સુરત શહેરના સારોલી વિસ્તારમાં માત્ર 3 વર્ષની માસૂમ દીકરી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. સારોલી પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી આરોપીને જેલહવાલે કર્યો છે.

3 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ

સારોલી વિસ્તારમાં રહેતી એક શ્રમિક પરિવારની 3 વર્ષની માસૂમ બાળકીને આરોપી મોજબ્બીર હમસુદીન લલચાવી-ફોસલાવીને એકાંતમાં લઈ ગયો હતો. ત્યાં આ નરાધમે બાળકી પર દુષ્કર્મ આચરી માનવતાની તમામ હદો વટાવી દીધી હતી. બાળકીની હાલત જોઈ પરિવારને શંકા જતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

પોલીસની કાર્યવાહી

બનાવની ગંભીરતાને જોતા સારોલી પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. પોલીસે ભોગ બનનાર બાળકીના પરિવારની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીદારોની મદદથી પોલીસે આરોપી મોજબ્બીર હમસુદીનને ટૂંકા ગાળામાં જ ઝડપી પાડી તેની ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચો: Botad: CM બંદોબસ્તમાં જતી પોલીસની અશ્વ વાનને નડ્યો અકસ્માત, 'રોમેન્ટિક આઈસ' નામની ઘોડીનું મોત