અમદાવાદમાં 14મી માર્ચે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક અદાલતમાં સમાધાનકારી કેસોનો ઝડપી અને સુખદ નિકાલ થશે. દર લોક અદાલતમાં 30થી 35 હજાર કેસોનો નિકાલ થાય છે. આ લોક અદાલતમાં હજારો કરોડો રૂપિયાના એવોર્ડ મુકરર થશે.
DLSAના સેક્રેટરી એમ.આર પટેલની સ્પષ્ટતા
લોક અદાલતને લઈને DLSAના સેક્રેટરી એમ.આર પટેલે કહ્યું હતું કે, સોશિયલ મીડિયામાં ઈ ચલણ મેમો અંગેની વાતો ખોટી છે. સોશિયલ મીડિયામાં કેટલાક વીડિયો ફરે છે કે કોર્ટમાં ઈ ચલણ ભરવાથી ડિસ્કાઉન્ટ મળે છે તે વાત ખોટી છે.લોક અદાલત થકી લોકોને ઈ મેમો ભરવા માટે પ્લેટફોર્મ મળે છે.લોક અદાલતમાં ઈ -ચલણ ભરવાથી માત્ર કોર્ટ કાર્યવાહીથી બચી શકાય છે.ઈ મેમો ભરવા માટે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી (NALSA)ની વેબસાઇટ પરથી રજીસ્ટ્રેશન કરી ટોકન નંબર મેળવવાનો હોય છે
