ગુજરાતમાં ગરમીનું જોર વધી રહ્યું છે.આજે ગરમીનો પારો 41થી 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે.રાજ્યમાં 42.7 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ હોટ સિટી બન્યું છે. આગામી સાત દિવસ આકરી ગરમી પડશે. રાજકોટ મનપાએ ગરમીનું યલો એલર્ટ આપ્યું છે.રાજ્યમાં ઉનાળાની સિઝન હવે તેના આકરા મિજાજમાં જોવા મળી રહી છે.રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે.


કાળઝાળ ગરમીનો પ્રભાવ શરૂ થઈ ગયો

સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીનો પ્રભાવ શરૂ થઈ ગયો છે.રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે.બીજી તરફ અમદાવાદીઓ પણ 41.5 ડિગ્રી તાપમાનમાં શેકાયા હતા.આગામી ત્રણ દિવસમાં શહેરમાં ત્રણ ડિગ્રી સુધી પારો ઊંચકાવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરાઈ છે.દરિયાકાંઠાના વિસ્તારોમાં અસહ્ય ઉકળાટ અને બારો રહેવાની પણ ચેતવણી અપાઈ છે.સૌથી વધુ તાપમાન સૌરાષ્ટ્રના રાજકોટમાં 42.7 ડિગ્રી, જ્યારે અમરેલીમાં 42.5 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 42.1 ડિગ્રી ગરમી નોંધાઈ છે.

અસહ્ય બફારા જેવી સ્થિતિ સર્જાશે

અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 41.5 ડિગ્રી રહ્યું હતું જે સામાન્ય કરતાં 1.3 ડિગ્રી વધુ છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે શુક્રવારથી આગામી ત્રણ દિવસોમાં રાજ્યભરમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ક્રમશ વધારો થવાની પ્રબળ શક્યતા છે.આ વધારાને કારણે મે મહિનાની શરૂઆત પહેલા જ ગરમીનો પારો 44-45 ડિગ્રી સુધી પહોંચી શકે છે.મહત્વનું છે કે 24 અને 25 એપ્રિલના રોજ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે, જેના કારણે અસહ્ય બફારા જેવી સ્થિતિ સર્જાશે.


આ પણ વાંચોઃ Modasa: જિલ્લામાં 618 મતદાન મથકો સંવેદનશીલ, 14 અતિ સંવેદનશીલ !!!


  • Follow us on: