નવરંગપુરા વિસ્તારમાં આવેલી GLS કોલેજની બહાર આતંક મચાવનાર શખ્સો સામે આખરે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. જાહેર રોડ પર દાદાગીરી અને મિલકતને નુકસાન કરનાર લુખ્ખા તત્વો સામે નવરંગપુરા પોલીસ મથકે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
કુખ્યાત બુટલેગરના પૌત્ર સામે ફરિયાદ
આ ઘટનામાં સૌથી ચોંકાવનારી વિગત એ છે કે, આતંક મચાવનાર મુખ્ય આરોપી આદિત્ય રાઠોડ એ શહેરના કુખ્યાત બુટલેગર કિશોર લંગડાનો પૌત્ર છે. આદિત્ય રાઠોડ અને તેની સાથેના અન્ય બે ઈસમોએ વિસ્તારમાં ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું, જેના પગલે સ્થાનિકો અને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો.
