વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં એક સગીર વયના કારચાલકે બેફામ ગતિએ કાર હંકારીને ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. અમિતનગર સર્કલ પાસે બનેલી આ ઘટનામાં સગીરે રસ્તા પર જઈ રહેલા 3 થી 4 રાહદારીઓને અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ હતી.
રાહદારીઓને ગંભીર ઈજા
પ્રાપ્ત માહિતી અનુસાર, કારેલીબાગના અમિતનગર પાસે સગીર કારચાલકે અચાનક કાબૂ ગુમાવતા રાહદારીઓ કારની અડફેટે આવ્યા હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, જેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.










