શિક્ષણ જગતમાં પ્રથમ વખત જોવા મળતી એક અભૂતપૂર્વ ઘટનામાં સુરત મહાનગરપાલિકાએ શિક્ષણના સ્તરને વધુ વ્યાપક બનાવવા માટે મોટું પગલું ભર્યું છે. સુરતની બે જાણીતી ખાનગી ગ્રાન્ટેડ શાળાઓ હવે સુરત મહાનગરપાલિકા (SMC) ના શાસન હેઠળ આવશે. સ્થાયી સમિતિએ આ બંને શાળાઓના વહીવટને મનપા હસ્તક લેવાની દરખાસ્તને લીલી ઝંડી આપી દીધી છે.


કઈ બે શાળાઓનું વિલીનીકરણ થયું?

મનપા દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય મુજબ, સુરતની નામાંકિત ખાનગી શાળાઓનું 'સુમન હાઈસ્કૂલ'માં રૂપાંતર કરવામાં આવશે.આઈ.પી. સવાણી હાઈસ્કૂલ આ શાળા હવે 'સુમન શાળા ક્રમાંક-30' તરીકે ઓળખાશે.ભુલકા ભવન વિદ્યાલય આ શાળા હવે 'સુમન શાળા ક્રમાંક-31' તરીકે કાર્યરત થશે.

સંપૂર્ણ જવાબદારી મનપાની

સ્થાયી સમિતિની મંજૂરી બાદ, આ બંને શાળાઓના સંચાલનથી લઈને ટ્રસ્ટી તરીકેની તમામ જવાબદારીઓ હવે સુરત મહાનગરપાલિકા ઉઠાવશે. આ વિલીનીકરણ બાદ શાળાઓના વહીવટ, શૈક્ષણિક કાર્ય અને માળખાગત સુવિધાઓનું મોનિટરિંગ સીધું જ મનપા હસ્તક રહેશે.

શિક્ષણ ક્ષેત્રે નવો ઇતિહાસ

સામાન્ય રીતે સરકારી શાળાઓ ખાનગી હાથોમાં જતી હોય તેવું જોવા મળતું હોય છે, પરંતુ સુરતમાં તેનાથી ઉલટું જોવા મળ્યું છે. ખાનગી શાળાઓનું મનપામાં વિલીનીકરણ થવું એ શિક્ષણ જગતમાં પ્રથમ કિસ્સો માનવામાં આવે છે. આ નિર્ણયથી મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને ખાનગી જેવી સુવિધાઓ સરકારી ધોરણે મળી રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો: Gir Somnath News: રમળેચીમાં ત્રણ દિવસ બાદ પણ હત્યાનો ભેદ વણઉકેલ્યો, પેનલ પીએમ રિપોર્ટમાં કારણ અસ્પષ્ટ


  • Follow us on: