સ્માર્ટ સિટી અમદાવાદમાં ચોમાસું બેસે તે પહેલા જ રસ્તાઓ પર ભુવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. મણીનગર વિસ્તારમાં આવેલી એલ.જી. હોસ્પિટલ નજીક અચાનક રોડ પર મસમોટો ભુવો પડતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાએ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રી-મોન્સૂન એક્શન પ્લાન પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
એક મહિનામાં ત્રીજો ભુવો
અમદાવાદમાં છેલ્લા એક મહિનામાં ભુવો પડવાની આ ત્રીજી ઘટના છે. આ અગાઉ વસ્ત્રાલ અને વટવા વિસ્તારમાં પણ રસ્તાઓ બેસી જવાની ઘટનાઓ બની હતી. હજુ તો વરસાદની શરૂઆત પણ નથી થઈ ત્યાં જ શહેરના મુખ્ય માર્ગો પર ભુવા પડવાને કારણે શહેર બદતર સ્થિતિ તરફ ધકેલાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
