અમદાવાદ શહેરમાં ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે હવે સુરક્ષા સાથે જોડાયેલી સરકારી કચેરીઓ પણ તસ્કરોના નિશાન પર આવી ગઈ છે. શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી હોમગાર્ડની ઓફિસની બરાબર બાજુમાં આવેલી એક કેબિનમાંથી ચોરી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ચોરીની ઘટના અનીલ સ્ટાર્ચ મીલ રોડ પર બની હતી.


અનીલ સ્ટાર્ચ મીલ રોડ પરની ઘટના

તસ્કરો કેબિનમાં પ્રવેશ કરીને ત્યાંથી CPU (સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ) અને મોનિટરની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. હોમગાર્ડ ઓફિસમાં ફરજ બજાવતા એક ક્લાર્કે આ મામલે ચોરીની ફરિયાદ નોંધાવી છે. જાહેર છે કે, જ્યાં સુરક્ષાના જવાનોની હાજરી હોય તેવી ઓફિસની બાજુમાંથી જ ચોરી થતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થયા છે. ક્લાર્કની ફરિયાદના આધારે શહેરકોટડા પોલીસે ગુનો નોંધીને તસ્કરોને પકડવા માટે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : Ahmedabad News : પોલીસ કમિશનર કચેરી સામે આવેલા મંદિરમાંથી જ ચોરી, તસ્કરો ચાદીનું છત્તર અને રોકડ ઉપાડી ગયા...

  • Follow us on: