રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદની ભીતિ વચ્ચે હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ પૂરતી માવઠાની શક્યતા નહીવત છે, જે ખેડૂતો માટે રાહતના સમાચાર છે. જોકે, હવે નાગરિકોએ વધતી ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.


તાપમાનમાં વધારો અને ગરમ પવનો

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે. રાજ્યમાં અત્યારે ઉત્તર-પૂર્વ દિશાના ગરમ પવનો ફૂંકાવાનું શરૂ થયું છે, જેના કારણે બપોરના સમયે ગરમીનો પારો ઉંચકાશે. ખાસ કરીને ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં ઉનાળાનો પગરવ સંભળાશે.

મિશ્ર ઋતુનો અનુભવ

આગામી 7 દિવસ સુધી રાજ્યમાં મિશ્ર ઋતુ જેવો માહોલ રહેશે. વહેલી સવારે હજુ પણ ગુલાબી ઠંડીનો અહેસાસ થશે.બપોરના સમયે કાળઝાળ ગરમી અને પવનની અસર જોવા મળશે.આવી બેવડી ઋતુના કારણે આરોગ્ય બાબતે સાવચેત રહેવાની પણ તબીબો સલાહ આપી રહ્યા છે.સૌથી મોટી રાહત એ છે કે કમોસમી વરસાદ (માવઠું) થવાની કોઈ સંભાવના હાલ દેખાઈ રહી નથી. અગાઉ માવઠાની વાતોને પગલે રવિ પાકને નુકસાન થવાની ચિંતામાં રહેલા ખેડૂતોએ હવે હાશકારો અનુભવ્યો છે. ગરમ પવનો ફૂંકાવાને કારણે પાકને પકવવામાં મદદ મળશે, પરંતુ સતત વધતું તાપમાન પણ ચિંતાનો વિષય બની શકે છે.

આ પણ વાંચો: Ahmedabad: શિંગડાથર હનુમાનજી મંદિરે ડીજેના અવાજથી મધમાખીઓ ઉડી, બાળકો અને વૃદ્ધો સહિત અનેક લોકો પર હુમલો

  • Follow us on: