અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ વિસ્તારો માટે પાણી કાપની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આગામી 6 જાન્યુઆરીના રોજ જાસપુર વોટર વર્કસ હેઠળ આવતા અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.
પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ વિસ્તારો માટે પાણી કાપ
એસ.જી. હાઈવે અને રીંગ રોડને જોડતી મુખ્ય પાણીની લાઈનોના જોડાણ (ઇન્ટરકનેક્શન) ની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરીને કારણે સરખેજથી ચાંદખેડા અને વૈષ્ણોદેવીથી શાંતિપુરા સુધીના વિશાળ પટ્ટામાં પાણી પુરવઠો ખોરવાશે. મુખ્યત્વે નીચે મુજબના ઝોનમાં અસર થશે ઉત્તર-પશ્ચિમ ઝોન (ગોતા, ચાંદખેડા, થલતેજ વગેરે)દક્ષિણ-પશ્ચિમ ઝોન (સરખેજ, જોધપુર, મકરબા વગેરે).










