ગુજરાત રાજ્યની કુલ 10 નદીઓ અતિપ્રદૂષિત (Highly Polluted) કેટેગરીમાં મૂકવામાં આવી છે, જે રાજ્યમાં જળ શુદ્ધિકરણના પ્રયાસોની નિષ્ફળતા દર્શાવે છે. ઓક્ટોબર 2025માં જાહેર કરાયેલા રિપોર્ટ મુજબ, સાબરમતી નદી અને ભાદર નદી સૌથી વધુ પ્રદૂષિત નદીઓ તરીકે નોંધાઈ છે. ખાસ કરીને, સાબરમતી નદીમાં આવેલો વૌઠાનો પટ્ટો સૌથી વધુ ઝેરી હોવાનો ગંભીર રિપોર્ટ સામે આવ્યો છે. આ 10 પ્રદૂષિત નદીઓમાંથી 4 નદીઓને 'પ્રાયોરિટી-1' કેટેગરીમાં મુકવામાં આવી છે, જેનો અર્થ છે કે તેમનું પ્રદૂષણનું સ્તર અત્યંત જોખમી છે.
પ્રાયોરિટી-1 માં સમાવેશ
