અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈન્ડિગો (Indigo) એરલાઈન્સની સેવાને મોટો ફટકો પડ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઈન્ડિગો એરલાઈન્સની કુલ 18 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ફ્લાઈટ રદ થવાને કારણે મોટી સંખ્યામાં મુસાફરો એરપોર્ટ પર ફસાયા હતા અને તેમના પ્રવાસના પ્લાન ખોરવાઈ ગયા હતા. રદ થયેલી ફ્લાઈટના પેસેન્જરોની સ્થિતિ બેહાલ થઈ ગઈ હતી.


આગમન અને પ્રસ્થાનની સ્થિતિ

જોકે, આ વિક્ષેપ વચ્ચે પણ કેટલાક ઓપરેશન ચાલુ રહ્યા હતા. દિવસ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગોની 8 ફ્લાઈટ્સનું આગમન થયું હતું. જ્યારે, અમદાવાદથી જુદા જુદા સ્થળો માટે ઈન્ડિગોની 17 ફ્લાઈટ્સે ઉડાન ભરી હતી. એકસાથે આટલી મોટી સંખ્યામાં ફ્લાઈટ્સ કેમ રદ કરવામાં આવી, તે અંગે ચોક્કસ કારણો સ્પષ્ટ થયા નથી, પરંતુ ફ્લાઈટ્સ રદ થવાના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને એરપોર્ટ પર અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો.

આ પણ વાંચો : Gujarat Encounter : જાણો ગુજરાતમાં અત્યાર સુધીમાં કેટલા એન્કાઉન્ટર થયા અને તેમાં સૌથી ચર્ચિત કેસ વિશે...

  • Follow us on: