ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 22 એન્કાઉન્ટર થયા છે, જેમાંથી મોટાભાગના એન્કાઉન્ટર લાંબા સમય સુધી વિવાદનું કેન્દ્ર રહ્યા છે. ગુજરાતમાં એન્કાઉન્ટરની શરૂઆત શંકરસિંહ વાઘેલાના મુખ્યમંત્રી કાળ દરમિયાન થઈ હતી, જ્યારે અમદાવાદના કુખ્યાત બુટલેગર અબ્દુલ લતિફને એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યો હતો. 22 એન્કાઉન્ટર નોંધાયા જેની કાયદાકીય કાર્યવાહી ગુજરાત હાઈકોર્ટથી લઈને સુપ્રિમ કોર્ટ સુધી ચાલી હતી.


તપાસ કમિટી અને પોલીસના દાવા

આ તમામ એન્કાઉન્ટરની તપાસ માટે એક સ્પેશિયલ તપાસ કમિટી પણ બનાવવામાં આવી હતી. પોલીસે આ એન્કાઉન્ટર પાછળ એવો દાવો રજૂ કર્યો હતો કે ઠાર કરાયેલા વ્યક્તિઓ ત્રાસવાદીઓ હતા અને તેઓ રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કે ભાજપના કોઈ મોટા નેતાની હત્યા કરવાના ઈરાદે આવ્યા હતા. એટલું જ નહીં, તેમનો ઈરાદો રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં બોમ્બ વિસ્ફોટ કરવાનો પણ હતો.

સૌથી ચર્ચિત અને વિવાદાસ્પદ કેસ

રાજ્યમાં થયેલા એન્કાઉન્ટર કેસમાં કેટલાક નામ ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા: સોહરાબુદ્દિન, કૌસર બી, તુલસીરામ પ્રજાપતિ, ઈશરત જહાં, સાદિક જમાલ, કાસમ જાફર, હાજી હાજી ઈસ્માઈલ અને સમીર ખાન. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ડી.જી. વણઝારા સહિત 6 IPS અધિકારીઓને જેલમાં જવું પડ્યું હતું. આ કિસ્સામાં ગુજરાત પોલીસ અને ભાજપના નેતાઓ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. તાજેતરમાં જ ગુજરાતના કથિત 22 ફેક એન્કાઉન્ટર સંદર્ભે રિટાયર્ડ જસ્ટિસ એચ.એસ. બેદીનો તપાસ રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપી દેવામાં આવ્યો છે. છેલ્લે, નવેમ્બર-2021માં સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ગેડીયા ગામે કુખ્યાત ગેંગસ્ટર હનીફ ખાન મલેક અને તેના પુત્ર મદીન મલેકને પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર કરાયા હતા.

આ પણ વાંચો : Surat News : 14 કલાકની જંગ બાદ રાજ ટેક્સટાઇલની આગ શાંત, હવે FSL ટીમ બિલ્ડિંગની સ્ટેબિલિટી ચકાસશે

  • Follow us on: