અમદાવાદના વ્યસ્ત ગણાતા કેડિલા બ્રિજ પર આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક સાથે ત્રણ ગાડીઓ વચ્ચે સર્જાયેલી આ ટક્કરમાં લોખંડના સળીયા કારના કાચ તોડીને અંદર ઘૂસી જતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જોકે, આ ભયાનક દ્રશ્યો વચ્ચે સદનસીબે મોટી જાનહાનિ ટળી છે.

કેડિલા બ્રિજ પર અકસ્માત

મળતી માહિતી મુજબ, બ્રિજ પરથી પસાર થઈ રહેલી એક પીકઅપ વાને અચાનક બ્રેક મારી હતી. પીકઅપ વાનમાં લોખંડના સળીયા ભરેલા હતા. અચાનક લાગેલી બ્રેકને કારણે પાછળ આવતી કાર પીકઅપ વાન સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે પીકઅપ વાનમાં રહેલા લાંબા સળીયાઓ પાછળની કારના આગળના કાચ તોડીને સીધા સીટ સુધી ઘૂસી ગયા હતા.

સદનસીબે મોટી જાનહાનિ ટળી

જે રીતે સળીયા કારની અંદર ઘૂસી ગયા હતા, તે જોતા કોઈનો જીવ જઈ શક્યો હોત. પરંતુ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે "રામ રાખે તેને કોણ ચાખે", કારણ કે આટલા ગંભીર અકસ્માતમાં પણ કોઈને ગંભીર ઈજા કે જાનહાનિ થઈ નથી.

આ પણ વાંચો: Surat: તાપીના વહેતા પ્રવાહમાં યુવકે કર્યો આપઘાત, ફાયર વિભાગ દ્વારા સ્પેશિયલ બોટથી શોધખોળ શરૂ