શહેરના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા વસ્ત્રાલમાંથી ઝોન-5 એલસીબી (LCB) એ બે શખ્સોને જીવતા હથિયારો સાથે ઝડપી પાડી મોટી ગેંગવોર કે હુમલાની શક્યતાને નિષ્ફળ બનાવી છે. પોલીસે આરોપીઓ પાસેથી દેશી તમંચો, જીવતા કારતૂસ અને ધારદાર છરી કબજે કરી છે.
બે શખ્સોને હથિયારો સાથે ઝડપી લીધા
અમદાવાદમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ દ્વારા કરવામાં આવતા પેટ્રોલિંગ દરમિયાન ઝોન-5 એલસીબીની ટીમને વસ્ત્રાલ વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે છાપો મારીને બે શખ્સોની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓ, છોટુસિંહ કુશવાહ,આયુષ યાદવ છે. તલાશી દરમિયાન પોલીસને આરોપીઓ પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ મળી આવ્યો હતો, 01 દેશી તમંચો, 04 જીવતા કારતૂસ ધારદાર છરી.










