અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટનાને એક વર્ષ થવા આવ્યું છે. આ ઘટનામાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતાં. વડોદરાના યુવકે આ ઘટનામાં પોતાની પત્ની અને દીકરીને ગુમાવી હતી. આ યુવક યુકેમાં સ્થાઈ થયો હતો પરંતુ હવે તેના જીવનમાં આભ ફાટી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. બ્રિટિશ સરકારે તેને તાત્કાલિક દેશ છોડી દેવા આદેશ આપી દીધો છે.


મહંમદ શેઠવાલાને દેશ છોડી દેવા આદેશ

28 વર્ષના મહંમદ શેઠવાલા 2022માં બ્રિટનમાં શિફ્ટ થયા હતાં. વર્ષ 2021માં તેમના લગ્ન સાદીકાબાનુ તપેલીવાલા સાથે થયા હતાં. સાદીકાબાનુએ લંડનની યુનિવર્સિટીમાંથી ઈન્ટરનેશનલ બિઝનેસનો કોર્સ કરતાં તેને બે વર્ષના પોસ્ટ સ્ટડી વિઝા પણ મળી ગયા હતાં. ત્યાર બાદ તેને યુકેમાં એક કંપનીમાં કામ પણ મળી ગયું હતું. આ સમયમાં તેણે દીકરીને જન્મ આપ્યો હતો. અમદાવાદમાં 21 જૂન 2025ના રોજ તેઓ એરપોર્ટથી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બેઠા અને દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં પત્ની અને દીકરીનું મોત થયું હતું. હવે બ્રિટનની સરકારે મહંમદ શેઠવાલાને દેશ છોડી દેવા આદેશ કર્યો છે.

સ્પાઉસ વિઝા અંતર્ગત લંડન ગયા હતાં

મહંમદ શેઠવાલા સ્પાઉસ વિઝા અંતર્ગત લંડન ગયા હતાં. જ્યાં તેઓ પત્નીના ડિપેન્ડેન્ટ વિઝા પર સ્થાઈ થયા હતાં. ગત 23 જાન્યુઆરીએ તેમના વિઝા ખતમ થઈ ગયા હતાં. ત્યાર બાદ તેમણે FLR માટે અરજી કરી હતી જે બ્રિટનની સરકારે નામંજૂર કરી હતી, તેમજ તેમને 14 દિવસમાં બ્રિટન છોડી દેવા આદેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, કોઈ દુર્ઘટના કે અનિચ્છનિય બનાવ બને તો બ્રિટિશ સરકારે નાગરિકોની સહાય માટે કાયદો અમલમાં મુકેલો છે. હવે આ યુવક બ્રિટિશ સરકાર સામે કાયદાકીય લડત લડવા તૈયાર થયો છે.

દેશનિકાલ કરવાના પ્રયાસની ચારેતરફ ટીકા

ગયા અઠવાડિયે શેખવાલાના વકીલને મોકલેલા એક પત્રમાં ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, મોહમ્મદ શેખવાલાનો પરિવાર ભારતમાં રહે છે.તેઓ પોતાની માતૃભાષા બોલતા જાણે છે તેથી તેમને ત્યાં ફરીથી વસવાટ કરવામાં કોઈ મુશ્કેલી પડશે નહીં.આ જ આધાર પર તેમને 22 એપ્રિલ સુધીમાં દેશ છોડવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે અન્યથા તેમને કસ્ટડીમાં લઈને દેશનિકાલ કરવામાં આવશે.એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાના પીડિતના સંબંધીને દેશનિકાલ કરવાના પ્રયાસની ચારેતરફ ટીકા થઈ રહી છે.કાર્યકરોએ આ પગલાની નિંદા કરી છે અને ગૃહ મંત્રાલયને ક્રૂર અને અનૈતિક ગણાવ્યું છે.

આ પણ વાંચોઃ Local body election: ભાજપના સાંસદની મતદારોને ધમકી, કોંગ્રેસ એક પણ બેઠક જીતી તો ગ્રાન્ટ નહીં આપીએ



  • Follow us on: