સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં મતદાનનો દિવસ જેમ નજીક આવી રહ્યો છે તે આક્ષેપોની સામે પ્રતિઆક્ષેપો અને ધાક-ધમકી, ચિમકીની આક્રમતા વધી રહી છે. ભાજપમાંથી આણંદના સાંસદ જિલ્લા પંચાયલના ઉમેદવારોની પ્રચાર સભામાં જાહેર મંચ ઉપરથી “જો અહીં આંકલાવમાંથી કોંગ્રેસનો ઉમેદવાર જીતશે તો તેને એક રૂપિયાની માન્ટ નહી મળે કહેતા રાજનીતિ ગરમાઈ છે.


ચૂંટણી આયોગમાં જાહેર ધમકી આપવા મુદ્દે ફરિયાદ

કોંગ્રેસે ભાજપના આ સાંસદ સામે ચૂંટણી આયોગમાં જાહેર ધમકી આપવા મુદ્દે ફરિયાદ કરી છે અને રવિવારે મતદારો તેનો જવાબ આપશે એમ કહ્યું છે.આંકલાવમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ભાજપની પ્રચાર સભાને સંબોધતા લોકસભાના સાંસદ મિતેષ પટેલે અહીંના કોંગ્રેસના ઉમેદવારોને તો વોશઆઉટ કરીશુ. પણ જો કોંગ્રેસ એકપણ બેઠક જીતશે તો તે વિસ્તારને ગ્રાન્ટ આપવામાં નહી આવે તેમ કહ્યું હતુ.

મિતેષ પટેલે પોતાનું નિવેદન ફેરવી તોળ્યુ

આપણે અહીં આ રીતેનું આંકવાલને બનાવવાનું છે. ભાજપના બીજી ટર્મના સાંસદે મંગળવારે આપેલા આ નિવેદનથી રાજનીતિ ગરમાઈ છે. બુધવારે બપોર પછી વિવાદ વકરતા મિતેષ પટેલે પોતાનું નિવેદન ફેરવી તોળ્યુ હતુ. એક વિડીયો સંદેશ મારફતે તેમણે કહ્યુ કે, એ વેદના આંકલાવ તાલુકા પંચાયતની હતી. પાંચ વર્ષ સુધી કોંગ્રેસે એવું કર્યું હતું.

આ પણ વાંચોઃ Ahemdabad: ઇસનપુર પબ્લીક સ્કૂલમાં ઝઘડામાં છોડાવવા વચ્ચે પડેલા વિદ્યાર્થીની આંખમાં સહપાઠીએ પરિકર માર્યું


  • Follow us on: