અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આગામી 8 માર્ચના રોજ આયોજિત કરવામાં આવેલા એક ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિ રહેવાની હતી, જે હવે રદ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્તમાન ટર્મ પૂરી થવાના છેલ્લા દિવસોમાં આ લોકાર્પણ કાર્યક્રમ ખૂબ જ મહત્વનો માનવામાં આવતો હતો, પરંતુ હવે તે મોકૂફ રાખવામાં આવ્યો છે.


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો 8 માર્ચનો કાર્યક્રમ મોકૂફ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મહત્વના વિકાસકામોનું લોકાર્પણ થવાનું હતું, જેમાં મુખ્યત્વેવસ્ત્રાલમાં અત્યાધુનિક સુવિધાઓ ધરાવતા આ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું લોકાર્પણ થવાનું હતું. ખારીકટ કેનાલના સુંદરકરણ અને અન્ય વિકાસકામોનું લોકાર્પણ પણ તેમની ઉપસ્થિતિમાં નિર્ધારિત હતું.

AMCની વર્તમાન ટર્મ પૂર્ણ થવાની આરે

AMCની વર્તમાન ટર્મ પૂર્ણ થવાની આરે છે, ત્યારે આ લોકાર્પણ કાર્યક્રમ ઘણો મહત્વનો હતો. જોકે, કોઈ અગમ્ય કારણોસર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આ 8 માર્ચનો અમદાવાદ પ્રવાસ અને કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. હાલમાં આ કાર્યક્રમની નવી તારીખ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આ પણ વાંચો: Vav -Tharad: ભારતમાલા હાઈવે પર વાહન ચેકિંગમાં બ્રાઉન હેરોઈનનો જથ્થો ઝડપાયો, 4 આરોપીઓની ધરપકડ

  • Follow us on: