અમદાવાદ શહેરમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે, જ્યાં 7 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.
આરોપી બાળકનો પરિચિત યુવક
પ્રાપ્ત માહિતી મુજબ, આરોપી બાળકનો પરિચિત યુવક હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ પરિવારને થતા તેઓએ તરત જ પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ નારણપુરા પોલીસ સ્ટેશન એ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
