ગુજરાતમાં આજે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.માવઠાની આગાહી હોવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.આજે કેટલાક જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે.બીજી તરફ એપ્રિલ મહિનાની શરૂઆતમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. બીજી અને ત્રીજી એપ્રિલે કમોસમી વરસાદ થઈ શકે છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં માવઠું થઈ શકે છે.
રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો થશે
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના અનેક વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકશે. કચ્છ, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો થશે.
