ગુજરાતમાં માવઠાનો રાઉન્ડ પૂર્ણ થયા બાદ ગરમીનો રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યમાં ગરમ અને સૂકા પવન ફૂંકાતા ગરમીમાં વધારો થયો છે. રાજ્યના 10 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. રાજ્યમાં 42.4 ડિગ્રી સાથે રાજકોટ સૌથી વધુ ગરમ શહેર રહ્યું હતું. હવામાન વિભાગે ભીષણ ગરમીની વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરી છે. 19 અને 20 એપ્રિલે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

ભીષણ ગરમીની વચ્ચે કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું હતું કે, ભીષણ ગરમીની વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 19 અને 20 એપ્રિલે સામાન્ય વરસાદની આગાહી કરી છે. અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહિસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં વરસાદ સામાન્યથી ઓછો હોવાનું પૂર્વાનુંમાન પણ કરવામાં આવ્યું છે. ભુજમાં હાલમાં આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

ભુજમાં આકરી ગરમીનો અનુભવ

કચ્છ જિલ્લાના મુખ્ય મથક એવા ભુજમાં હાલમાં આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનનો પારો 42 ડિગ્રી પર પહોંચ્યો છે. આકરી ગરમીથી જનજીવન પ્રભાવિત થયું છે. બપોર પડતાની સાથે જ રસ્તા સુમસામ બની જાય છે. જાહેર રસ્તા અને શેરીઓમાં લોકોની અવરજવરમાં ઘટાડો થયો છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પાણીના સહારે હોવાનું જાણવા મળ્યું છે.


આ પણ વાંચોઃ Rajkot News : કોંગ્રેસ ઉમેદવારોને સાચવી શકતી નથી, ભાજપના સોના જેવા કાર્યકરો ફિલ્ડમાં છે : શહેર ભાજપ પ્રમુખ