સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ રિસોર્ટ પોલિટિક્સ જોવા મળ્યું છે. પોરબંદર, સુરત, રાજકોટ, અમદાવાદ, નવસારી, મોરબી, સુરેન્દ્રનગરના કોંગ્રેસના ઉમેદવારોને તૂટવાના ભયે રિસોર્ટમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.કોંગ્રેસના રિસોર્ટ પોલિટિક્સ પર રાજકોટ શહેર ભાજપ પ્રમુખે કહ્યું હતું કે, કોંગ્રેસ પોતાના ઉમેદવારોને સાચવી શકતી નથી. ભાજપના સોના જેવા કાર્યકરો ફિલ્ડમાં હાજર છે. ભાજપ જોડતોડથી દૂર છે અને કોંગ્રેસના ખોટા આક્ષેપો છે.

રાજકોટ શહેર ભાજપ પ્રમુખનું નિવેદન

કોંગ્રેસના રિસોર્ટ પોલિટિક્સ પર રાજકોટ શહેર ભાજપ પ્રમુખે કહ્યું હતું કે, કોંગ્રેસ પોતાના ઉમેદવારોને સાચવી શકતી નથી. ભાજપના સોના જેવા કાર્યકરો ફિલ્ડમાં હાજર છે. ભાજપ જોડતોડથી દૂર છે અને કોંગ્રેસના ખોટા આક્ષેપો છે. ભાજપના કાર્યકરો સાથે કેમ જોડતોડ નથી થતી. ભાજપના પ્રવક્તા અનિલ પટેલે કહ્યું હતું કે, વાસ્તવમાં કોંગ્રેસને ઉમેદવાર જડતા નથી. કોંગ્રેસ પાસે ચૂંટણી લડવા કાર્યકર્તા નથી. કોંગ્રેસે ઉમેદવાર શોધો અભિયાન ચલાવ્યું છે. ગમે તેને ઉમેદવાર બનાવી દિલ્હી રિપોર્ટ સોંપ્યો છે.

300 સીટ પર ભાજપ બિનહરીફ કોંગ્રેસને લીધે છે

અનિલ પટેલે વધુમાં કહ્યું હતું કે, 300 સીટ પર ભાજપ બિનહરીફ કોંગ્રેસને લીધે છે.કોંગ્રેસ ના ન લડવાના કારણે ભાજપની જીત થઈ છે. 60 ટકામાંથી 30 ટકા ઉમેદવારને કોંગ્રેસ સાથે લેવા દેવા નથી. કોંગ્રેસ ઉમેદવાર સંતાડો અભિયાનમાં વ્યસ્ત છે. નબળી પાર્ટીને ઉમેદવાર સંતાડવા પડે છે. ચૂંટણી પતે ત્યા સુધી સંતાડો અભિયાન ચાલશે.પોલીસ અને ચૂંટણી પંચનો દૂરુપયોગ કોંગ્રેસના છાપેલા મુદ્દા છે.


આ પણ વાંચોઃ Vadodara: અકસ્માત બાદ 2 કલાક સુધી મૃતદેહ હાઈવે પર પડ્યો રહ્યો, રોષે ભરાયેલા લોકોએ ચક્કાજામ કર્યો