ગુજરાતના વાતાવરણમાં આવેલા પલટાએ હવે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યના 10 જિલ્લાઓ માટે 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આજે સાંજે 7 વાગ્યા સુધી અત્યંત ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની કટોકટીભરી ચેતવણી આપવામાં આવી છે. રાજ્યના અનેક ભાગોમાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે.

કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ?

હવામાન વિભાગની આગાહી મુજબ, દરિયાકાંઠાના અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં પવનની ગતિ 60 કિમી/કલાકથી વધુ રહેવાની સંભાવના છે. અમરેલી, દેવભૂમિ દ્વારકા અને દીવ , ગીર સોમનાથ, જામનગર અને કચ્છ તથા પાટણ, પોરબંદર અને રાજકોટ જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરાયું છે

15 મીમી સુધી વરસાદ પડવાની પણ આગાહી

આ જિલ્લાઓમાં રહેતા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળે રહેવા સૂચના અપાઈ છે. સાથોસાથ અહીં 15 મીમી સુધી વરસાદ પડવાની પણ આગાહી છે.

ઓરેન્જ એલર્ટ

રેડ એલર્ટ સિવાય અન્ય 11 જિલ્લાઓ માટે નારંગી (ઓરેન્જ) એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે, જ્યાં મધ્યમથી ભારે વરસાદ અને પવન ફૂંકાઈ શકે છે. વહીવટી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા અને ખેડૂતોને લણણી કરેલો પાક સુરક્ષિત સ્થળે ખસેડવા તાકીદ કરવામાં આવી છે. કાચા મકાનો, હોર્ડિંગ્સ અને વીજ થાંભલાઓથી દૂર રહેવા જનતાને અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો----     Patan : પોલીસને છંછેડી, હવે ભોગવો, જીલીયા ફાર્મમાં આતંક મચાવનાર 17 લુખ્ખાઓની પોલીસે જાહેરમાં સર્વિસ કરી સરઘસ કાઢ્યું