ગુજરાતમાં ભર ઉનાળે માવઠાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને રાજકોટમાં તાપમાનનો પારો નીચે ઉતરતાં ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 18 અને 19 માર્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ છે. રાજ્યમાં મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે.


મહત્તમ તાપમાન 35થી 37 ડિગ્રી રહેશે

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 18 અને 19 માર્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ છે. કચ્છ, દ્વારકા, મોરબી, જામનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ગીરસોમનાથ, ભરૂચ, વડોદરા, નર્મદા, સુરત, તાપી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. મહત્તમ તાપમાન 35થી 37 ડિગ્રી રહેશે.

હવામાનમાં બદલાવ આવી શકે છે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે 18 માર્ચથી એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ સક્રિય થઈ શકે છે. જેના કારણે હવામાનમાં બદલાવ આવી શકે છે. આ પરિસ્થિતિના કારણે 19 માર્ચથી 21 માર્ચ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે.ખાસ કરીને કચ્છ, ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા છે. ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તેમજ અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ પણ વાંચોઃ Ahmedabad: વસ્ત્રાપુરમાં ઘરઘાટીએ માલિકના ઘરે જ કરી ચોરી, લાયસન્સવાળી પિસ્તોલ અને જીવતા કારતૂસ લઈ થયો છૂમંતર



  • Follow us on: