રાજ્યમાં ફરી એકવાર બદલાયેલા વાતાવરણ અને કમોસમી વરસાદે ખેડૂતો અને વેપારીઓની મુશ્કેલીમાં વધારો કર્યો છે. અમદાવાદ શહેરમાં પડેલા માવઠાને કારણે વેજલપુર APMC (એપીએમસી) માં રાખવામાં આવેલો શાકભાજીનો જથ્થો પલળી જતાં વેપારીઓને ભારે આર્થિક ફટકો પડ્યો છે.
જથ્થાબંધ બજારમાં નુકસાનીની વિગત
વેજલપુર માર્કેટ યાર્ડમાં વેચાણ માટે લાવવામાં આવેલી ડુંગળી અને બટેકાના જથ્થા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. પ્રાથમિક અંદાજ મુજબ, 200 થી પણ વધુ ડુંગળી અને બટેકાના કટ્ટા પલળી જવાથી ખરાબ થઈ ગયા છે. માર્કેટમાં યોગ્ય શેડ કે સુરક્ષાના અભાવે ખુલ્લામાં પડેલો માલ પલળી જતાં વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
