આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં એક અત્યંત કરૂણ અકસ્માતની ઘટના સામે આવી છે. બોરસદ-નાપા રોડ પર ધોબીકુઇ નજીક એસટી બસ અને બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
બોરસદમાં ST બસ અને બાઈક વચ્ચે અકસ્માત
મળતી માહિતી મુજબ, લાંભવેલના રહેવાસી સુનીલ પઢિયાર અને મયંક પરમાર કેટરર્સનો ઓર્ડર પૂરો કરીને બોરસદથી પરત લાંભવેલ જઈ રહ્યા હતા. આ દરમિયાન વાવાઝોડાને કારણે ધોબીકુઇ પાસે રોડ પર એક મોટું ઝાડ ધરાશાયી થયેલું હતું. આ ઝાડ પાસેથી પસાર થતી વખતે બાઈક અને એસટી બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક સવાર બંને મિત્રોના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા.
