સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (SPIPA) દ્વારા UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા-2026ની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. સંસ્થા દ્વારા આગામી પરીક્ષાના તાલીમ કાર્યક્રમ (બેચ 2025-26) અંતર્ગત સાપ્તાહિક મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટેસ્ટનો મુખ્ય હેતુ ઉમેદવારોને પરીક્ષાલક્ષી વાતાવરણ પૂરું પાડવાનો અને તેમની તૈયારીઓને સચોટ ઓપ આપવાનો છે.

કોણ ભાગ લઈ શકશે?

આ મોક ટેસ્ટમાં બે પ્રકારના ઉમેદવારો પ્રવેશ મેળવી શકશે. SPIPA ના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ કે મહેસાણા કેન્દ્રમાં અગાઉ પ્રવેશ મેળવેલ હોય અને જેમણે પોતાની ડિપોઝિટ પરત મેળવી નથી. જેઓ હાલ SPIPA માં જોડાયેલા નથી અથવા અગાઉ ડિપોઝિટ પરત લઈ લીધી છે, તેઓ રૂ. 1,000 ફી ભરીને આ ટેસ્ટ સીરીઝમાં જોડાઈ શકશે.

નોંધણીની પ્રક્રિયા અને વિગતો

નોંધણીની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન અને ઓફલાઇન વેરીફિકેશનના સમન્વયથી કરવામાં આવશે. પ્રારંભ તારીખ 16/01/2026 થી કચેરી સમય દરમિયાન. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણા. અસલ ડિપોઝિટ પહોંચ અથવા રજીસ્ટ્રેશન ફી ભર્યાની પહોંચ.

રજીસ્ટ્રેશન માટેના સ્ટેપ્સ

ફી ચુકવણી: બાહ્ય ઉમેદવારોએ SPIPA ની વેબસાઇટ પર આપેલા QR કોડ ને સ્કેન કરી UPI દ્વારા રૂ. 1000 ની ફી ભરવાની રહેશે. ફી ભર્યા બાદ વેબસાઇટ પર ઉપલબ્ધ ગૂગલ ફોર્મ (Google Form) ભરવું ફરજિયાત છે.જે ઉમેદવારોએ ડિપોઝિટ પરત મેળવી નથી, તેમણે સંબંધિત કેન્દ્ર પર જઈ અસલ પહોંચ રજૂ કરી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

આ પણ વાંચો: RTO ના નામે APK ફાઈલ મોકલી લાખોનું ફ્રોડ કરનાર સાયબર ઠગ ઝારખંડથી ઝડપાયો