આગામી કોમનવેલ્થ ગેમ્સના યજમાન બનવા તરફ મક્કમ ડગલાં માંડી રહેલા અમદાવાદ શહેરમાં સ્પોર્ટ્સ સુવિધાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરના પૂર્વ વિસ્તાર એવા વસ્ત્રાલમાં અત્યાધુનિક ફૂટબોલ ગ્રાઉન્ડ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનીને તૈયાર થઈ ગયું છે. આ નવું સ્ટેડિયમ માત્ર ફૂટબોલ જ નહીં, પણ અન્ય અનેક રમતગમતો માટેનું મહત્વનું કેન્દ્ર બનશે.


અત્યાધુનિક સુવિધાઓ અને વિશાળ ફેલાવો

આ સ્પોર્ટ્સ પ્રોજેક્ટની ખાસિયતો પર નજર કરીએ તો અંદાજિત ₹58.68 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ સાકાર થયો છે. કુલ 43,900 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં આ સંકુલ ફેલાયેલું છે.આ સંકુલમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ફૂટબોલ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. સાથે જ, ઈન્ડોર અને આઉટડોર એમ બંને પ્રકારની રમતો માટે અહીં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

કોમનવેલ્થ ગેમ્સ માટે મહત્વનું પગલું

અમદાવાદમાં જે રીતે સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ રહ્યું છે, તે જોતા વસ્ત્રાલનું આ સ્ટેડિયમ કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન પ્રેક્ટિસ સેશન અથવા વિવિધ સ્પર્ધાઓ માટે ઉપયોગી સાબિત થશે. પૂર્વ અમદાવાદના રમતપ્રેમી યુવાનો માટે આ એક સુવર્ણ તક સમાન છે, જ્યાં તેમને આધુનિક કોમ્પ્લેક્સમાં તાલીમ લેવાની તક મળશે.

આ પણ વાંચો: Sabarkantha: ગાંભોઈ હાઈવે પર કાપડની ફેક્ટરીમાં ભીષણ આગ, આકાશમાં ધુમાડાના ગોટેગોટા

  • Follow us on: