વર્ષ 2012ના લાંચ કેસમાં CBI કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. વીમા કંપનીના મેનેજરને ક્લેઇમ પાસ કરવા બદલ લાંચ માંગવાના ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. CBI કોર્ટે ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપનીના મેનેજર મહેન્દ્ર લૂણકરને આ કેસમાં 3 વર્ષની કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત, કોર્ટે તેમને દંડ પણ ભરવા આદેશ આપ્યો છે.
ભ્રષ્ટાચારનો અંત
મહેન્દ્ર લૂણકર સામે એવો આરોપ હતો કે તેમણે વીમાનો ક્લેઇમ પાસ કરવા માટે ફરિયાદી પાસેથી ₹15,000ની લાંચની માંગણી કરી હતી. આ કેસની લાંબી સુનાવણી બાદ કોર્ટે તમામ પુરાવા અને હકીકતોને ધ્યાનમાં રાખીને મેનેજરને દોષિત જાહેર કર્યા હતા. આ ચુકાદાથી સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર આચરનારા અધિકારીઓને કડક સંદેશ મળ્યો છે.
