પ્રવાસીઓની સતત અવરજવરથી ધમધમતા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક વિવાદાસ્પદ વીડિયો સામે આવ્યો છે. એરપોર્ટના ટર્મિનલ પર જાહેરમાં નમાઝ પઢવામાં આવતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ લોકોમાં ભારે ચર્ચા અને રોષ જોવા મળી રહ્યો છે.
એરપોર્ટ પર જાહેરમાં નમાઝ પઢતો વીડિયો વાયરલ
એરપોર્ટ પર હાજર એક જાગૃત નાગરિકે આ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ એરપોર્ટના પેસેન્જર એરિયામાં જાહેરમાં નમાઝ પઢી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવતા જ ગણતરીની મિનિટોમાં તે વાયરલ થયો હતો.
મુસાફરોમાં રોષ અને સુરક્ષા સામે સવાલ
જાહેરમાં આ પ્રકારે ધાર્મિક ક્રિયા કરવાને લઈ એરપોર્ટ પર હાજર અન્ય મુસાફરોમાં નારાજગી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર પણ લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે:અનેક લોકોએ આરોપ લગાવ્યો છે કે જાહેર સ્થળો પર આ પ્રકારે ધાર્મિક પ્રવૃત્તિ કરવાથી અન્ય લોકોની ધાર્મિક લાગણી દુભાય છે. મુસાફરોનું કહેવું છે કે એરપોર્ટ જેવી સુરક્ષિત અને સંવેદનશીલ જગ્યાએ ચોક્કસ નિયમોનું પાલન થવું જોઈએ.
આ પણ વાંચો: Ahmedabad: રફતારના રાક્ષસનો કહેર, SG હાઈવે પર સ્કોર્પિયો અને કિયા કાર વચ્ચે ભયાનક અકસ્માત