અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં આજે વહેલી સવારે એક અત્યંત કરુણ અકસ્માતની ઘટના સામે આવી છે. વિરમગામ-નળસરોવર રોડ પર આવેલા વનથળ અને કમીજલા ગામ વચ્ચે એક અજાણ્યા વાહને મોટરસાયકલને જોરદાર ટક્કર મારતા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.


વિરમગામમાં હિટ એન્ડ રન

મળતી માહિતી મુજબ, એક બાઈક પર સવાર પાંચ લોકો વનથળ-કમીજલા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે પૂરપાટ ઝડપે આવી બાઈકને અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પર સવાર ત્રણ લોકોના સ્થળ પર જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. અકસ્માત સર્જ્યા બાદ વાહન ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

ઈજાગ્રસ્તોની હાલત

આ ગમખ્વાર અકસ્માતમાં અન્ય બે લોકો પણ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.

આ પણ વાંચો: Local body election 2026: જામનગર વોર્ડ નં. 1માં ભાજપની ગર્જના, અમર મોદીની પેનલના સમર્થનમાં વિશાળ બાઈક રેલી યોજાઈ


  • Follow us on: