સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગરમાવા વચ્ચે જામનગર શહેરના વોર્ડ નં. 1માં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દ્વારા ભાજપના ઉમેદવારોએ પોતાની તાકાત બતાવી હતી અને મતદારોનો વિશ્વાસ જીતવા પ્રયાસ કર્યો હતો.
કેસરીયો માહોલ અને વિજય સંકલ્પ
વોર્ડ નં. 1ના લોકપ્રિય ઉમેદવાર અમર મોદીની આગેવાની હેઠળ ભાજપની આખી પેનલના સમર્થનમાં યોજાયેલી આ બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. હાથમાં કેસરીયા ધ્વજ અને 'જય શ્રી રામ' તથા ભાજપના નારા સાથે નીકળેલી આ રેલીથી સમગ્ર વિસ્તાર કેસરીયા રંગે રંગાઈ ગયો હતો. ભાજપના ચારેય ઉમેદવારોને જંગી સરસાઈથી જીતાડવા માટે કાર્યકરોએ દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
પેનલની જીત નિશ્ચિત
રેલી દરમિયાન મતદારોનો જે પ્રકારે પ્રતિસાદ મળ્યો છે, તે જોતા અમર મોદી અને તેમની પેનલના તમામ ચારેય ઉમેદવારોનો વિજય નિશ્ચિત હોવાનું જણાવાઈ રહ્યું છે. ભાજપના અગ્રણીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વોર્ડ નં. 1ની જનતા ફરી એકવાર વિકાસના કામો પર મહોર મારશે અને આ વખતે પણ વોર્ડમાં ચારેય 'કમળ' ખીલશે. પ્રચારના આ માહોલ વચ્ચે ભાજપની પેનલ નિશ્ચિત વિજય ભણી આગેકૂચ કરી રહી છે તેમ જણાય છે.
આ પણ વાંચો: Local body election 2026: અમદાવાદમાં ભાજપનું વિરાટ શક્તિ પ્રદર્શન, CM ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો મેગા રોડ શો