સૌથી ઓછું તાપમાન નલીયામાં 12.2 ડિગ્રી નોંધાયું છે, અમદાવાદમાં 16.1, ડીસામાં 13.1 ડિગ્રી, ગાંધીનગરમાં 15.1, વડોદરામાં 16.4 ડિગ્રી, સુરતમાં 18.6, દમણમાં 17.8 ડિગ્રી તાપમાન, ભુજમાં 14.8, કંડલા એરપોર્ટમાં 14.3 ડિગ્રી, અમરેલીમાં 17.6, ભાવનગરમાં 19.6 ડિગ્રી, દ્વારકામાં 19.7, ઓખામાં 20.4 ડિગ્રી, પોરબંદરમાં 16, રાજકોટમાં 16.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આ વખતે ગુજરાતમાં જોઈએ એવી ઠંડી હજી પડી નથી
24 કલાકમાં કચ્છના પશ્ચિમ ભાગના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતાઓ છે. એ સિવાય આજ રોજ ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠા તેમજ સૌરાષ્ટ્રમા દ્વારકા, જામનગર અને મોરબી તેમજ કચ્છ પંથકમા હળવો કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આ વખતે શિયાળાની સિઝનમાં કાતિલ ઠંડી હજુ સુધી શરૂ થઈ જ નથી. ડિસેમ્બર મહિનાના અંતમા ગાત્રો થિજવતી ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હતો.













