ગુજરાતમાં વેસ્ટન ડિસ્ટર્બન્સથી બેવડી ઋતુની પણ અસર જોવા મળી છે, રાજ્યમાં ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાતા હજી ઠંડી વધશે તેવું અનુમાન હવામાન વિભાગનું છે. નલિયામાં સૌથી ઓછું 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ગુજરાતના આ જિલ્લામાં આટલું તાપમાન નોંધાયું
અમદાવાદમાં 17, ડીસામાં 16.6 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 16, વડોદરામાં 14.4 ડિગ્રી, સુરતમાં 19.4, દમણમાં 16.4 ડિગ્રી તાપમાન, ભુજમાં 18.0, કંડલા એરપોર્ટ પર 15.1 ડિગ્રી, ભાવનગરમાં 15.4, દ્વારકામાં 20.4 ડિગ્રી, ઓખામાં 20.8, પોરબંદરમાં 16 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 16.2 ડિગ્રી તાપમાન, દીવમાં 14.8, મહુવામાં 14.9 ડિગ્રી તાપમાન, કેશોદમાં 15.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનું જોર સાવ ઘટી ગયું છે
આજે રાજ્યનાં ૧૪ શહેરમાં લઘુતમ તાપમાનનો પારો ૧૬ ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. અમદાવાદમાં તાપમાન ૧૭ ડિગ્રીએ પહોંચી જતા ઠંડી ઘટી ગઈ છે. અમદાવાદનું લઘુતમ તાપમાન અત્યારની સ્થિતિએ ૧૨.૯ ડિગ્રી રહેવું જોઈએ એના બદલે ૩.૪ ડિગ્રી વધુ નોંધાઈ રહ્યું છે. બીજી તરફ નલિયામાં ૧૩.૮ ડિગ્રી, વડોદરામાં ૧૪.૧ ડિગ્રી અને કેશોદમાં ૧૪.૯ ડિગ્રી તાપમાન નોંધાયું છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં બેથી સાડા ચાર ડિગ્રી પારો ઊંચકાતા ઠંડી ઘટી છે.
હિમલહેર વચ્ચે વાતાવરણમાં ફેરફાર
મધ્ય ગુજરાતની વાત કરીએ તો, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ઠંડીનો ચમકારો યથાવત છે. હવામાન વિભાગના મતે આગામી દિવસોમાં આ બંને શહેરોમાં લઘુતમ તાપમાન 15 થી 16 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. તાપમાનમાં આ વધારાને કારણે વહેલી સવારે અને મોડી રાત્રે અનુભવાતી કડકડતી ઠંડીમાં આંશિક ઘટાડો થશે. નોંધનીય છે કે ડિસેમ્બરના મધ્યમાં સામાન્ય રીતે કડકડતી ઠંડી પડતી હોય છે, પરંતુ વાતાવરણમાં સર્જાયેલી આ સિસ્ટમને કારણે લોકોને થોડા દિવસો માટે ઠંડીથી રાહત મળી શકે તેમ છે. આ ફેરફાર બાદ ફરીથી ઠંડીનો નવો રાઉન્ડ આવશે કે કેમ તેના પર હવામાન નિષ્ણાંતોની નજર છે.
ઉત્તર ભારત માટે તીવ્ર ઠંડીની IMDની ચેતવણી
ઘણા રાજ્યોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચ્યું છે અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબમાં ઠંડીની ચેતવણી આપવામાં આવી છે, હરિયાણા, ઉત્તરપ્રદેશમાં તીવ્ર ઠંડીની ચેતવણી આપવામાં આવી છે, રાજસ્થાનમાં સૌથી વધુ ઠંડીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે, 12 જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું નોંધાયું છે અને રાજસ્થાનના સીકરમાં સૌથી ઓછું તાપમાન 7 ડિગ્રી નોંધાયું છે, મધ્યપ્રદેશના ભોપાલ, રાજગઢ, ઇન્દોરમાં ઠંડીની શરૂઆત થઈ છે, મધ્યપ્રદેશના રાજગઢમાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, છત્તીસગઢના સુરગુજા ક્ષેત્રમાં પણ ઠંડીનું એલર્ટ આપવામાં આવ્યું છે અને પેંડરામાં તાપમાન 9 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.
આ પણ વાંચો : Valsad News : વલસાડના ધરમપુરના બામટી ગામે 2 કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત, એક વ્યકિતનું ઘટના સ્થળે મોત