વલસાડમાં 2 કન્ટેનર વચ્ચે અકસ્માતમાં એકનું મોત થયું છે, ધરમપુરના બામટી ગામે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને ટ્રાફિક દૂર કર્યો હતો, આ સમગ્ર ઘટનામાં કન્ટેનરમાં ફસાયેલ 2 લોકોના રેસ્કયું પણ કરવામાં આવ્યા હતા.


વલસાડ જિલ્લાના ધરમપુરના બામટી ગામે અકસ્માતની ઘટના

વલસાડના ધરમપુર - ખેરગામ રોડ પર વનરાજ કોલેજ સામે સર્જાયો ગમખ્વાર અકસ્માત જેમાં 2 કન્ટેનર વચ્ચે અકસ્માત થતા એક વ્યકિતનું મોત થયું છે, મળતી માહિતી પ્રમાણે બે કન્ટેનર સામસામે ધડાકાભેર અથડાયા હતા અને અન્ય એક ચાલક ફસાઈ જતા ગામ લોકો અને પોલીસ દ્વારા રેસ્કયું કરવામાં આવ્યું છે, ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

વલસાડનો અબ્રામા રોડ બન્યો અકસ્માત ઝોન !

17 ડિસેમ્બરના રોજ અબ્રામા રોડ પર અકસ્માતોની હારમાળા સર્જાતા સુરક્ષા સામે સવાલો ઉઠ્યા હતા. પાંચ દિવસ અગાઉ મોડી રાત્રે બે કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. લસાડ શહેરનો વ્યસ્ત ગણાતો અબ્રામા રોડ હાલ વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે. આ માર્ગ પર ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન અને બેફામ ગતિએ દોડતા વાહનોને કારણે માત્ર 12 કલાકના ટૂંકા ગાળામાં એક જ સ્થળે બે અલગ-અલગ અકસ્માતો સર્જાયા છે. આ બંને ઘટનાઓના લાઈવ CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.


આ પણ વાંચો : Ahmedabad News : આજે સેવન્થ ડે સ્કૂલ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી, સરકારના નિર્ણય પર સ્ટે લાવવા સંચાલકોની માગ


 

  • Follow us on: