અમદાવાદમાં 14.8, વડોદરામાં 14.4 ડિગ્રી, સુરતમાં 19, ગાંધીનગરમાં 12.8 ડિગ્રી, ડીસામાં 12.8, વલ્લભ વિદ્યાનગરમાં 14.8 ડિગ્રી, દમણમાં 16.4, ભુજમાં 14 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 12.2 ડિગ્રી, ભાવનગરમાં 16.6, દ્વારકામાં 18.8 ડિગ્રી, પોરબંદરમાં 16 અને રાજકોટ 14.6 ડિગ્રી, વેરાવળમાં 18.8, દીવમાં 16.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 16, મહુવામાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન પણ 28 ડિગ્રીને પાર છે.


[[$googlead]]

આગામી દિવસોમાં વધી શકે છે ઠંડી

છેલ્લા ત્રણેક દિવસથી તાપમાનનો પારો યથાવત રહેવાના કારણે દિવસે ગરમી અને રાત્રે ધાર્યા પ્રમાણેની ઠંડકનો અનુભવ થઈ રહ્યો નથી. પરંતુ સતત ઉત્તરના પવનો ફૂંકાવાના કારણે આગામી દિવસોમાં ઠંડીનો ફરી ચમકારો જોવા મળે તેવી શક્યતા હવામાન વિભાગના જાણકારો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ શહેરનું મહત્તમ તાપમાન 31.02 ડિગ્રી સેલ્સિયસ હતું. જે 25 ડિસેમ્બરે વધીને 32.08 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.

મહત્તમ તાપમાનમાં 1.06 ડિગ્રીનો વધારો થયો છે

રવિવારે લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ હતું, જે ઘટીને 18.02 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે. પરિણામે રાત્રિના સમયે 0.8 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડકમાં વધારો થયો છે. આ સાથે હવામાં ભેજનું પ્રમાણ પણ ઘટયું છે. ભેજ ઘટીને 39 ટકા નોંધાયો છે. ઉત્તરના પવનોને સાન હવામાન વિભાગ દ્વારા ફરીથી ઠંડીનો ચમકારો જોવા મળશે તેવી આગાહી તો કરી છે. પરંતુ તેની અસર ગુજરાતના શહેરમાં દેખાશે કે કેમ તે અંગે શંકા કુશંકા સેવવામાં આવી રહી છે. કારણ કે ભુતકાળમાં પણ આવી આગાહી કરવામાં આવ્યા બાદ પણ ધાર્યા પ્રમાણેની ઠંડીનો અનુભવ થતો ન હતો.

[[$alsoread]]


આ પણ વાંચો : Vadodara News : વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ, ધારાસભ્યએ કહ્યું, તું જે સ્કૂલમાં ભણ્યો છે, એનો પ્રિન્સિપાલ રહ્યો છું


 

  • Follow us on: