રાજ્યમાં હવામાન વિભાગે વર્તમાન વાતાવરણ અંગે આગાહી જાહેર કરી છે. હાલમાં રાજ્યમાં પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે હવામાનમાં આંશિક ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યભરમાં હાલમાં લઘુતમ તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયું છે, જેના કારણે દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

પવનની દિશા બદલાઈ

જોકે, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. પવનની દિશાના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઠંડીની વાત કરીએ તો, રાજ્યમાં સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયામાં 11.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સૂચવે છે કે આ વિસ્તારોમાં શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે. આગામી દિવસોમાં આ પવનોની અસરથી ઠંડીમાં વધારો થઈ શકે છે.