ગુજરાતમાં ફરી એકવાર શિયાળો પોતાનો મિજાજ બદલી રહ્યો છે અને આગામી દિવસોમાં ઠંડીનો આક્રમક રાઉન્ડ શરૂ થવાની પૂરેપૂરી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સીધી અસરને કારણે રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો જોવા મળશે. ખાસ કરીને આગામી બે દિવસ દરમિયાન હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર તરફથી આવતા બરફીલા પવનોને કારણે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનું જોર વધુ રહેશે, જેના કારણે સામાન્ય જનજીવન પર વ્યાપક અસર પડી શકે છે.


હવામાન વિભાગની ચેતવણી

જોકે, ખેડૂતો અને નાગરિકો માટે રાહતના સમાચાર એ છે કે રાજ્યમાં હાલ વરસાદની કોઈ શક્યતા જોવા મળી રહી નથી. આસમાન ચોખ્ખું રહેશે પરંતુ ઠંડા પવનોના કારણે ધ્રુજારી વધશે. આગામી સપ્તાહમાં પણ ઠંડીનું જોર યથાવત રહેવાની કે વધવાની આશંકા છે. વયસ્ક લોકો અને બાળકોને સ્વાસ્થ્યની કાળજી રાખવા સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારોમાં તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં પહોંચવાની ધારણા છે, જેનાથી કઠોર ઠંડીનો અનુભવ થશે.

આ પણ વાંચો : Gir Somnath News : નેશનલ હેન્ડબોલમાં ગુજરાતનો ડંકો, પંજાબને ધૂળ ચટાડી અંડર-17 ગર્લ્સ ટીમ બની નેશનલ ચેમ્પિયન!



  • Follow us on: