રાજ્યમાં હવામાન વિભાગે તાજી આગાહી જાહેર કરી છે. જેમાં આગામી 7 દિવસ સુધી વાતાવરણ શુષ્ક રહેશે અને કોઈ વરસાદ કે વાદળછાયા વાતાવરણની શક્યતા નથી.


48 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો

વિભાગના જણાવ્યા મુજબ આગામી 48 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે, જેના કારણે ઠંડીમાં હળવી રાહત મળવાની અપેક્ષા છે.

પવનની ગતિ 5થી 15 કિમી પ્રતિ કલાક રહેવાની આગાહી

હાલમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશામાં પવન ફૂંકાઈ રહ્યો છે અને આજે પવનની ગતિ 5થી 15 કિમી પ્રતિ કલાક રહેવાની આગાહી છે.

રાજ્યમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન અમરેલીમાં 6 ડિગ્રી નોંધાયું

શહેરવાર તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.તો રાજ્યમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન અમરેલીમાં 6 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી નોંધાયું છે.

આગામી દિવસોમાં ઠંડીમાં થોડી રાહત મળશે

હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં ઠંડીમાં થોડી રાહત મળશે, પરંતુ રાત્રે અને વહેલી સવારે હજુ પણ ઠંડી અને ધુમ્મસની શક્યતા યથાવત રહેશે. લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.


આ પણ વાંચો-----   BMC Election 2026 : મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મતદાન શરુ, અક્ષય કુમારે કહ્યું, ડાયલોગબાજી બંધ કરીને મતદાન કરવા બહાર નિકળો

  • Follow us on: