નરોડા વિસ્તારમાં રહેતી એક વિધવા મહિલા સાયબર અપરાધીનો ભોગ બની છે. સાયબર ગઠિયાએ મહિલાના મૃતક પતિના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી, તેમાંથી લાખો રૂપિયાની લોન મેળવી રકમ ટ્રાન્સફર કરી લીધી હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. આ મામલે નરોડા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


 નરોડામાં વિધવા મહિલા સાથે છેતરપિંડી

પ્રાપ્ત માહિતી અનુસાર, ભોગ બનનાર મહિલાને ગઠિયાએ લોન સંબંધિત એક મેસેજ મોકલ્યો હતો. આ મેસેજ દ્વારા ગઠિયાએ મહિલાનો વિશ્વાસ જીતી લીધો હતો. મહિલાના પતિનું અવસાન થઈ ચૂક્યું હોવા છતાં, ગઠિયાએ તે મૃતક પતિના સક્રિય ક્રેડિટ કાર્ડનો ડેટા એક્સેસ કરી લીધો હતો. આ કાર્ડના આધારે આરોપીએ બેંકમાંથી ₹3,56,000 ની લોન મંજૂર કરાવી હતી.

લોન મેળવી રકમ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી

આરોપીએ માત્ર લોન જ ન મેળવી, પરંતુ લોનની રકમ જેવી ખાતામાં જમા થઈ કે તુરંત જ તેને અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી લીધી હતી. જ્યારે મહિલાને આ ટ્રાન્ઝેક્શન અને લોન અંગેની જાણ થઈ, ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પતિના અવસાન બાદ આર્થિક રીતે સંઘર્ષ કરી રહેલી મહિલા માટે આ મોટો આઘાત હતો.આ મામલે પીડિત મહિલાએ નરોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈટી એક્ટ અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.


આ પણ વાંચો: Ahmedabad:હોમ ક્લીનિંગના બહાને ઘરમાં ઘૂસી ચોરી કરતી ટોળકી ઝડપાઈ, બોપલ પોલીસે 4ને દબોચ્યા

  • Follow us on: