અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક અત્યંત કરૂણ ઘટના સામે આવી છે, જેમાં એક મહિલાનું ફ્લેટના ત્રીજા માળેથી નીચે પડતા કરૂણ મોત નિપજ્યું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતાનો માહોલ ફેલાયો છે.
ચાંદખેડામાં ત્રીજા માળેથી મહિલા નીચે પડતા મોત
ઘટના ચાંદખેડામાં આવેલા એક ફ્લેટમાં બની હતી. મળતી માહિતી મુજબ, મહિલા ત્રીજા માળેથી નીચે પડી હતી, જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું મોત નીપજ્યું હતું. સૌથી મહત્વની વાત એ છે કે આ સમગ્ર ઘટના ફ્લેટમાં લાગેલા CCTV ફૂટેજમાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં મહિલા કઈ રીતે નીચે પડી તે અંગેની વિગતો પોલીસ માટે તપાસનો વિષય બની છે.










