મહેસાણા સ્થિત પ્રતિષ્ઠિત દૂધસાગર ડેરીની ચૂંટણી બિનહરીફ (સમરસ) કરવા માટે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા જોરશોરથી મથામણ ચાલી રહી છે. આ અંગે મહેસાણાના કમલમ કાર્યાલય ખાતે જિલ્લાના ધારાસભ્યો અને સાંસદોની એક મહત્વની બેઠક મળી હતી.
દૂધ સાગર ડેરીની ચૂંટણી સમરસ કરવા મથામણ
આ બેઠકમાં ગુજકોમાસોલના વાઇસ ચેરમેન બિપિન ગોતા તેમજ બેઠકના અંતે ડેરીના વર્તમાન ચેરમેન અશોક ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા.સૂત્રોના જણાવ્યા અનુસાર, લાંબી ચર્ચા-વિચારણા બાદ આ બેઠકમાં ડેરીની ચૂંટણીને બિનહરીફ કરવા માટે સમાધાન થઈ ગયું હોવાની પ્રબળ ચર્ચા ચાલી રહી છે. જો આ સમાધાન સફળ થાય તો આજે, ફોર્મ ભરવાના છેલ્લા દિવસે, માત્ર ભાજપના મેન્ડેટવાળા ઉમેદવારો જ પોતાના ફોર્મ ભરી શકે છે.










