શહેરનો પોશ ગણાતો સિંધુભવન રોડ જાણે સ્ટંટબાજો માટે અડ્ડો બની રહ્યો હોય તેમ વધુ એક સ્ટંટનો વીડિયો વાયરલ થયો છે. જોકે, આ વખતે સ્ટંટ કરવો યુવાનને મોંઘો પડ્યો છે. બાઇક પર ખતરનાક કરતબ બતાવવા જતા ચાલકે કાબૂ ગુમાવ્યો હતો, જેના પરિણામે બાઇકચાલક અને તેની પાછળ બેઠેલો યુવાન રસ્તા પર જોરદાર પટકાયા હતા.
અમદાવાદમાં બાઈક પર યુવકનો સ્ટંટ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, એક બાઇક રાઇડર ભરચક ટ્રાફિક વચ્ચે સિંધુભવન રોડ પર જોખમી સ્ટંટ કરી રહ્યો છે. આ દરમિયાન અચાનક બાઇક પરથી સંતુલન બગડતા બાઇક સ્લિપ થઈ ગઈ હતી. સંતુલન ખોરવાતા જ બાઇકચાલક અને તેની પાછળ બેઠેલો મિત્ર રસ્તા પર ફંગોળાયા હતા. આ અકસ્માત એટલો જોરદાર હતો કે આસપાસના વાહનચાલકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.










