ખેરાલુ તાલુકાના ખેડૂતોએ પાક નુકસાનના વળતરમાં થયેલા અન્યાય સામે રણશિંગુ ફૂંક્યું છે. તાલુકાના વઘવાડી અને સાગથળા ગામના મોટી સંખ્યામાં ખેડૂતો આજે મહેસાણા જિલ્લા કચેરી ખાતે ઉમટી પડ્યા હતા અને વળતર વધારવાની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી.


ખેડૂતોને પાક નુકસાનના વળતરમાં અન્યાય

જિલ્લા મથકે પહોંચેલા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ખેડૂતોએ કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં "જય જવાન-જય કિસાન" અને "ખેડૂતોને પૂરતું વળતર આપો" જેવા ગગનભેદી સૂત્રોચ્ચાર કર્યા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે ચાલુ વર્ષે થયેલા પાક નુકસાન સામે સરકાર દ્વારા જે વળતર ચૂકવવામાં આવ્યું છે તે અત્યંત ઓછું અને મજાક સમાન છે.

ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત

ખેડૂતોના પ્રતિનિધિમંડળે પોતાની માંગણીઓ સંદર્ભે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી (DDO) અને જિલ્લા ખેતીવાડી અધિકારીને લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યું હતું. રજૂઆતમાં જણાવાયું હતું કેવઘવાડી અને સાગથળા વિસ્તારમાં કુદરતી આફતને કારણે પાકને વ્યાપક નુકસાન થયું હતું.સરકારી સર્વેમાં ક્ષતિ રહી ગઈ હોવાથી અનેક ખેડૂતોને નહિવત વળતર મળ્યું છે.મોંઘા બિયારણ અને ખાતરના ખર્ચ સામે આ વળતર ખૂબ જ ઓછું છે.

આ પણ વાંચો:હાંસોટ-સુરત હાઈવે પર અકસ્માત, સુણેવ ગામ પાસે એમ્બ્યુલન્સ પલટી જતા બે ઇજાગ્રસ્ત



  • Follow us on: