હાંસોટ-સુરત માર્ગ પર શુક્રવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સુણેવ ગામની સીમમાં ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા એક એમ્બ્યુલન્સ માર્ગ પર જ પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં વાહનમાં સવાર બે લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.


કંટ્રોલ ગુમાવતા સર્જાયો અકસ્માત

પ્રાપ્ત વિગતો અનુસાર એક એમ્બ્યુલન્સ હાંસોટથી સુરત તરફ જઈ રહી હતી. જ્યારે આ એમ્બ્યુલન્સ સુણેવ ગામ પાસે પહોંચી, ત્યારે અચાનક ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ બહાર ગયેલી એમ્બ્યુલન્સ રસ્તા પર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

બે લોકો ઇજાગ્રસ્ત, મોટી જાનહાનિ ટળી

આ અકસ્માતમાં એક મહિલા અને અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. રાહતની વાત એ રહી હતી કે અકસ્માત સમયે એમ્બ્યુલન્સમાં કોઈ ગંભીર દર્દી સવાર ન હતો, જેના કારણે મોટી હોનારત ટળી હતી. ઘટનાની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે હાંસોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


આ પણ વાંચો:દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કાળમુખો અકસ્માત, આમોદના દોરા ગામ પાસે કાર ચાલકની બેદરકારીએ યુવાનનો જીવ લીધો



  • Follow us on: