દેશના સૌથી ઝડપી ગણાતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માતનો સિલસિલો યથાવત છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દોરા ગામ નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં બેફામ ગતિએ આવતા સ્કોડા કારના ચાલકે અકસ્માત સર્જતા એક નિર્દોષ યુવાનનું કરુણ મોત નીપજ્યું છે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માત
મળતી માહિતી મુજબ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર આમોદના દોરા ગામની સીમમાંથી પસાર થતી વખતે એક સ્કોડા કારના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી અકસ્માત સર્જ્યો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે વાહનમાં સવાર વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ આકાશ દત્તાત્રેય મડકે (રહેવાસી: પનવેલ, મહારાષ્ટ્ર) તરીકે થઈ છે.
