સાપુતારા ખાતે આવેલ ટેબલ પોઇન્ટ પર આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટેબલ પોઇન્ટથી નીચે ઉતરતી વખતે અચાનક ટેમ્પો ટ્રાવેલરની બ્રેક ફેઇલ થતાં તે બેકાબૂ થઈ ગયો હતો અને રોપવે કેબિન સાથે અથડાયો હતો. જો કે ટેમ્પો ટ્રાવેલર ત્યાં જ અટકી જતાં ખીણ તરફ વધતો અટકી ગયો હતો જેના કારણે મોટી જાનહાનિ ટળી ગઈ હતી


ટેમ્પો ટ્રાવેલરની બ્રેક ફેઇલ થઈ ગઇ

પ્રારંભિક જાણકારી પ્રમાણે, સાપુતારા ફરવા આવેલા મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લામાંથી આશરે 18 પ્રવાસીઓ ટેમ્પો ટ્રાવેલરમાં સવાર હતા. ટેબલ પોઇન્ટથી નીચે ઉતરતા સમયે ટેમ્પો ટ્રાવેલરની બ્રેક ફેઇલ થઈ ગઇ અને તે બેકાબૂ બની ગયો. તે એનું નિયંત્રણ ગુમાવીને રોપવે કેબિન સાથે અથડાયો હતો.ઘટનામાં તમામ 18 મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.

ઘાયલોને તાત્કાલિક સારવાર આપવામાં આવી

આ ઘટના વિશે સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી. તમામ ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર આપવામાં આવી છે. તમામની તબિયત સ્થીર હોવાનું જાણવા મળે છે.

જો વાહન થોડું આગળ સરક્યું હોત તો મોટી દૂર્ઘટના સર્જાવાની ભીતિ

જો વાહન થોડું આગળ સરક્યું હોત તો મોટી દૂર્ઘટના સર્જાવાની ભીતિ હતી કારણ કે આગળ ખીણ હતી. જો કે સદનસીબે ટેમ્પો ટ્રાવેલર રોપ વે કેબિન સાથે અથડાઇને ત્યાં જ અટકી ગયો હતો. પોલીસે મામલાની તપાસ શરુ કરી છે.


આ પણ વાંચો-----    Surat : જમીન કૌભાંડના આરોપી બિલ્ડર વિનુ માલવિયાની પોલીસની હાજરીમાં દાદાગીરી, આરોપીઓનો વરઘોડો કાઢતી પોલીસ મૂકપ્રેક્ષક

  • Follow us on: