સુરત:ના વેસુ વિસ્તારમાં કરોડોની જમીન પચાવી પાડવાના કૌભાંડમાં ધરપકડ કરાયેલા નામી બિલ્ડર વિનુ માલવિયાની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. ધરપકડ બાદ ઇકોસેલની ઓફિસમાં પોલીસની હાજરીમાં જ બિલ્ડરે રોફ જમાવતા દ્રશ્યો ચર્ચાનો વિષય બન્યા છે.


બિલ્ડર ખિસ્સામાં બંને હાથ નાખીને નિર્ભય રીતે ઉભેલો જોવા મળ્યો

માહિતી મુજબ, જમીન કૌભાંડના આરોપસર સુરત પોલીસની ઇકોનોમીક સેલે વિનુ માલવિયાની ધરપકડ કરી હતી. પરંતુ ઓફિસમાં લાવવામાં આવ્યા બાદ બિલ્ડર ખિસ્સામાં બંને હાથ નાખીને નિર્ભય રીતે ઉભેલો જોવા મળ્યો હતો. સમગ્ર ઘટનાક્રમ દરમિયાન પોલીસ મૂકપ્રેક્ષક બની હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.

 પત્રકારોને ઘેરવાનો બાલિશ પ્રયાસ કર્યો

મીડિયા સાથે વાતચીત દરમિયાન વિનુ માલવિયાએ પત્રકારોને સવાલ કર્યો કે, “તમે મને આરોપી સાબિત કરવાવાળા કોણ? તમે કોર્ટ છો?” તેમજ “તમે મર્યાદા ઓળંગી રહ્યા છો,” જેવી ટિપ્પણીઓ કરી.

જાણે ગાર્ડનમાં ફરવા આવ્યા હોય તે રીતે બિલ્ડરનો બેફામ અંદાજ

જાણે ગાર્ડનમાં ફરવા આવ્યા હોય તે રીતે બિલ્ડરનો બેફામ અંદાજ નજરે પડ્યો હતો. આરોપીઓનો વરઘોડો કાઢતી પોલીસ અહીં નિષ્ક્રિય દેખાઈ રહી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

 પોલીસની કામગીરી સામે સવાલો

હાલ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓએ નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. પોલીસની કામગીરી અને વર્તન અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.


આ પણ વાંચો----   Ahmedabad : લો બોલો આ તો આચાર્ય કે લાચાર્ય ? બાળકની માતાને હોટલમાં બોલાવી હતી, બજરંગ દળના કાર્યકરોએ આચાર્ય કિરીટ ઝાલાને ઝડપ્યો

  • Follow us on: