દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં આજે હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. સવારથી જ ભારે પવન ફૂંકાવા સાથે વાતાવરણ પલટાયું હતું, ત્યારબાદ આહવા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટા પડ્યા હતા. 


ભારે પવન બાદ વરસાદનું આગમન

જિલ્લામાં સવારથી જ જોરદાર પવન ફૂંકાઈ રહ્યો હતો અને આકાશ વાદળછાયું બની ગયું હતું. ત્યારબાદ વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં આહલાદક ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. ખાસ કરીને પ્રવાસન ધામ સાપુતારામાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.

આ પણ વાંચો: Mehsana: ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આંચકો, ધરોઈથી 49 કિમી દૂર 3.1ની તીવ્રતા નોંધાઈ




  • Follow us on: