શક્તિપીઠ અંબાજી ખાતે ગબ્બરના વિકાસ માટેના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'ગબ્બર પ્લાઝા'ની કામગીરીને વેગ આપવા માટે વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ગબ્બર તળેટી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઉભા કરી દેવાયેલા દબાણોને જેસીબીની મદદથી જમીનદોસ્ત કરવામાં આવ્યા છે.
ગબ્બર તળેટીમાં તંત્રનું મેગા ડિમોલિશન
કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહીવટી તંત્ર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી હતી.વહેલી સવારથી જ પોલીસનો મોટો કાફલો ગબ્બર તળેટી ખાતે ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસ અને વહીવટી અધિકારીઓની હાજરીમાં આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા પાંચ જેટલી દુકાનો અને અન્ય કાચા-પાકા દબાણો પર જેસીબી ફેરવી દઈને જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.
